Home / Gujarati Version / અમારા વિષે

અમારા વિષે

‘મોઢ મહોદય માસીક’સતત ૯૭ વષૅ થી જેને મોઢ વણિક સમાજે જેને પોતીકુ અને માનીતુ માન્યુ છે તેવું મોઢ મહોદય અવિરત નવા કલેવર ધારણ કરી વિકાસ કરી રહયું છે અને જે તે સમયનાં હોદેદારો અને વ્યવસ્થાપક કમીટી નાં અથાગ પ્રયત્નો થકી મોઢ મહોદય આ સિધ્ધી હાંસલ કરી ચુક્યુ છે.

કોઈ પણ સમાજ ની પત્રીકા કે માસીક ફકત મયૉદીત લેખ, સમાચાર, લગ્ન વિષયક માહિતી કે સંસ્થા સમાચાર જેવા વિભાગો પુરતા મયૉદિત હોય છે પરંતુ મોઢ મહોદય માસિક આવા જ્ઞાતિ અંકો કરતા વિશીષ્ડતા ધરાવે છે. મોઢ મહોદય આજના બાળ , યુવા અને વુધ્ધ , દરેક વગૅ નાં વાંચકો ને આકષૅ તેવાં વિશિષ્ડ લેખો સાથે બહુરંગી છાપકામ સાથે પ્રસિધ્ધ થાય છે. જેમાં નિઃશુલ્ક ૧) જન્મનોંધ ૨)શૈક્ષણિક નોંધ ૩) વેવિશાળ નોંધ ૪) લગ્ન નોંધ ૫) અવસાન નોંધ તો પ્રસિધ્ધ થાય જ છે પરંતુ સાથે સાથે તેમાં સામાજીક , ધાર્મિક, આરોગ્યલક્ષી , વ્યવસાયલક્ષી, કારકીર્દીલક્ષી તેમજ બહેનો માટે ખાસ વિભાગ છે. સમાજનાં વિવિધ પાસાને લગતા લેખો, કાવ્યો ઉપરાંત આજના સમય ની માંગને અનુલક્ષીને ખાસ બાળકો માટે તથા યુવાનો માટે અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાઓ માં તેમને લગતા વિભાગો પ્રકાશીત થાય છે. જેથી બાળકો અને યુવાનો પણ આપણા સમાજ થી અભિભુત રહે અને તેથી જ આ માસીક ફકત મોઢ વણિક સમાજ સિવાય નાં અન્ય સમાજ માં પણ લોકપ્રીય બની રહયું છે અને તેઓ પણ તેમનાં ગ્રાહક બની રહયા છે અને દર મહીને મોઢ વણિક અને ઈત્તર સમાજ મોઢ મહોદય માસીકની આતુરતા પુવૅક પ્રતિક્ષા કરે છે.

આ સંસ્થાનુ કામ ફકત માસિક પ્રકાશિત કરવાનું જ નથી , પરંતુ સમાજનાં સવૉદય માટે, સમાજના સંગઠન માટે સતત ચિંતિત અને પ્રયત્નશીલ રહી, પેટા જ્ઞાતિઓથી દુર રહી , ‘મોઢ મહોદય આપના દ્વારે’ શિષૅક અંતૅગત સંસ્થાના હોદેદારો ગુજરાત તેમજ ગુજરાત બહારનાં શહેરોમાં તેમની સાથે સભાનું આયોજન કરી, સમાજને લગતા જુદા જુદા પ્રશ્નનોની ચચૉ કરી તેનાં નિરાકરણ માટે અને સમાજને સંગઠીત બનાવવા માટે પૂવૅગ્રહ રહીત ખુલ્લા મનથી ચચૉ કરી પ્રયત્ન કરે છે . સભામાંથી મળતા જુદા જુદા સુચનોનો પણ સ્વીકાર કરી અમલ કરવાનો પ્રયત્ન કરે છે. આ અભિયાનને દરેક સ્થળે થી અભુતપુવૅ પ્રતિસાદ મળે છે. સમાજનાં સભ્યોના સ્વાસ્થ્ય માંટે ચિંતિત આ સંસ્થા હદય રોગ નિદાન કેમ્પ નું આયોજન કરે છે જેમાં ગુજરાતભરમાંથી જ્ઞાતિબંધુઓ ભાગ લે છે.

આજના આ સમયમાં મેડીકલ સારવાર અતિ ખચૉળ છે અને તે દરેક માટે અનિવાયૅ પણ હોય છે, તેથી આ સંસ્થા દ્વારા આર્થીક રીતે નબળા કુટુંબો ને ધણી આર્થીક સહાય પણ કરવામાં આવે છે અને તે માટે આશરે ૫ કરોડનુ ભંડોળ ઉભુ કરવાની નેમ સંસ્થા ધરાવે છે. તેની સંતોષ કારક શરુઆત પણ થઈ છે. જરુરીયાત મંદો તથા દાતાઓને સંપકૅ કરવા વિનંતી છે. આ સહાય માટે સંસ્થાને કરવામાં આવતુ દાન આવક્વેરા ની કલમ ૮૦-G મુજબ કર મુકત છે. દરેક સમાજમાં વેવિશાળ -પસંદગી મેળા , સમુહ લગ્ન જેવા સામાજીક આયોજનો થતા હોય છે, પરંતુ દરેક સમાજ માં વિધુર-વિધવા , છુટાછેડા જેવા પ્રસંગોમા પુનઃ પસંદગી ખુબ જ કષ્ટમય બની જાય છે તેથી ‘મોઢ મહોદય’ દ્વારા અમદાવાદ અને મુંબઈ ખાતે પુનઃ પસંદગી મેળાનુ પણ આયોજન કરવામાં આવેલ . જે પ્રણાલી જરુરીયાત પ્રમાણે ભવિષ્યમાં પણ ચાલુ રાખવામં આવશે.