મોઢ વણિક સમાજના સદૈવ ઉત્કષૅ માટે સતત ચિંતિત સ્વ.શ્રી ભિખાલાલ ગોપળજી પારેખે ઈ.સ. ૧૯૧૭ માં મોઢ મહોદય સંસ્થા ની સ્થાપના કરી અને ગુજરાતી ભાષાના સુપ્રસિધ્ધ કવિ શ્રી દામોદરદાસ ખુશાલદાસ બોટાદકરના તંત્રી પદે ‘માતૅન્ડ’ નામનું દ્વિમાસીકનું પ્રકાશન શરૂ કર્યું. ધણા અવરોધો અને ટાંચા સાધનો તથા અપુરતી પ્રસિધ્ધી ને કારણૅ આ દ્વિમાસીક ની પુરતી સંખ્યા ન થતા પ્રકાશન બંધ કરવાનુ વિચારી રહયા હતા, તે સમયે લગભગ ૧૯૧૯ માં સ્વ.શ્રી ગોરધનદાસભાઈ મણિયારે ‘માતૅન્ડ’ ને બદલે ‘મોઢ મહોદય’ નામથી માસીક પ્રકાશીત કરવાનું શરુ થયું. સ્વ.શ્રી છબીલદાસ અ. દેસાઈ અને સ્વ. શ્રી દામોદરદાસ પી. દેસાઈ નો સહકાર મળતા આ માસીક ની સંખ્યા ૫૦૦ સુધી પહોંચી અને ઉત્તરોતર વધતી ગઈ. સ્વ. શ્રી ગોરધનભાઈએ અવિરત ૪૧ વષૅ સુધી ‘મોઢ મહોદય’ ના વ્યવસ્થાપક, તંત્રી અને પ્રકાશકની ત્રેવડી સેવા આપી.તેમના અવસાન પછી તેમના સુપુત્ર સ્વ. મહેન્દ્રભાઈ મણિયારે તેમના જીવન પયૅત ઈ.સ. ૨૦૦૯ સુધી સંસ્થા ના તંત્રી તરીકે સેવા આપી.શરુઆતથી સંસ્થા ના પ્રમુખ પદે સ્વ. શ્રી પુરુષોત્તમદાસ ઠાકોરદાસ અને તેમની બાદ પ્રમુખ પદે શેઠ વાઘજીભાઈ સેવા આપવા માટે વરાયા.
ઈ.સ. ૧૯૪૭ માં ઉમેદભાઈ મણિયારે સંસ્થાનુ બંધારણ બનાવ્યું અને પ્રમુખ પદે સ્વ. શેઠ રમણલાલ લલ્લુભાઈ, ઉપપ્રમુખ પદે સ્વ. શ્રી ઉમેદલાલ યુ. મણિયાર અને માનદ મંત્રી તરીકે સ્વ. દામોદરદાસ પી. દેસાઈ ચુંટાયા અને બંધારણીય રીતે સંસ્થા નુ કાર્ય શરુ થયું. આજના સમય સુધીમાં ધણા પ્રતિષ્ઠિત અને સંનિષ્ઠ આગેવાનો એ આ સંસ્થા નું પ્રમુખ પદ શોભાવ્યુ છે. કવિ શ્રી વલ્લભજી ભાણજીભાઈ એ પણ સંસ્થાની ધણી સેવા કરી.
આ સફરની ૨૫ વષૅની ઉજવણી ‘રજત જયંતિ’ મહોત્સવ ૧૯૪૨ માં શેઠ ધરમદાસ શામળદાસ કોઠારી ના પ્રમુખ પદે યોજાયેલ અને ૫૦ વષૅ ‘સુવણૅ જયંતી’ મહોત્સવ ૧૯૬૮ માં ડૉ. શાંતિલાલ મહેતાના પ્રમુખપદે તથા ૧૯૯૪ માં ૭૫ વષૅ ‘અમૄત મહોત્સવ’ શ્રી ચંદ્રકાન્તભાઈ મોતીરામ જગાભાઈવાળા ના પ્રમુખપદે ઉજવાયો.
આ ‘અમૄત મહોત્સવ’ ની ઉજવણી માટે સ્વતંત્ર કમીટી ની રચના કરવામા આવી હતી. આ મહોત્સવ માં સમાજ ની દરેક પેટા જ્ઞાતિ ના કુલ ૮૦૦ થી પણ વધુ સભ્યો ઉપસ્થીત રહયા હતા. જ્ઞાતિના અગ્રણી શ્રી વેણીલાલ પારેખે ૫૫ વષૅ સુધી સંસ્થાના વિકાસ માટે પોતાની સેવા આપી હતી.
મોઢ વણિક સંસ્થાએ વિશ્વને મહાત્મા ગાંધી, કસ્તુરબા ગાંધી જેવા વિશ્વ નાયકો તેમજ ધિરુભાઈ અંબાણી અને દેવકરણ નાનજી, જીવરાજ મકન્જી, ગોવિંદ્જી કલ્યાણજી, એમ. કે. શાહ, જેવા મહાન ઉધૉગપતિઓ આપ્યા છે.
આવી સામાજીક સંસ્થા પાસે અત્યંત આધુનીક સુવિધા વાળુ પોતાનુ ભવન હોય તેવુ સ્વપ્ન પ્રમુખ શ્રી મુકુંદભાઈ શાહે સેવ્યુ અને સમગ્ર કારોબારીએ વધાવી, સમગ્ર મોઢ સમાજ ના સાથ સહકારથી ભાવનગર ખાતે અતિ આધુનીક એવા મેધાણી સકૅલ વિસ્તાર મા ૪૧૫ વાર જગ્યા માં, ૬૦ લાખ થી પણ વધુ ના ખચૅ, અતિ આધુનીક સુવિધા સભર ‘મોઢ મહોદય ભવન’ ની સ્થાપના કરી. આ ભવન સાથે નામ જોડવા માટે તેમણે રુ.૧૫ લાખ નું દાન આપ્યુ.
આજે દિન પ્રતીદિન મોઢ મહોદય પ્રગતી સાથે સો વષૅ – શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યું છે અને મોઢ મહોદય દરેક મોઢ વણિક સમાજ નાં સભ્ય નું માનીતુ-પોતીકુ બની રહ્યુ છે, એટલું જ નહિં પરંતુ મોઢ વણિક સમાજ સિવાય ઈત્તર સમાજ મા પણ તે વધુ ને વધુ લોકપ્રીય બની રહ્યુ છે.